બ્રહ્મચર્ય – તપશ્ચર્યા, પલાયનવૃત્તિ કે દંભ

ભારતીય સંસ્કૃતિને નિષેધાત્મક સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. કારણ આપણી સંસ્કૃતિમાં “પ્રતિબંધ” અને “સંયમ” આ બે શબ્દો મહત્વનું સ્થાન ધરાવે છે. એમાં પણ ઇન્દ્રિયોની ઈચ્છાઓ ઉપર સંયમ અને ઘેલાછાઓ પર પ્રતિબંધ ફરમાવવાનું આપણી સંસ્કૃતિનું વલણ રહ્યું છે.

જિતેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયોની ઈચ્છાઓ ઉપર વિજય મેળવનાર સંત પુરુષ કે મહાન પુરુષ ગણાય છે. આમાં શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, દર્શનેન્દ્રિય કરતાં પણ જનનેન્દ્રિય ઉપરના વિજયને બહુ જ મહત્વનો લેખાવ્યો છે. એટલે જાતીય ઈચ્છાઓનું દમન કરવું જ જોઈએ એવું અત્ર, તત્ર, સર્વત્ર લખાયું છે, કહેવાયું છે અને બ્રહ્મચર્યનું પાલન કરી પવિત્ર રહેવાની શિખામણ વારંવાર અપાય છે. આવું કહેનારાઓ બ્રહ્મચર્યનો જાતીય ક્રિયાઓથી દૂર રહેવું એવો એકમાત્ર અર્થ કરે છે.

બ્રહ્મચર્યને તપશ્ચર્યાનું એક સ્વરૂપ ગણાવનારા લોકો એક કહે છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી પુરુષ બળવાન, શક્તિશાળી અને તાકાતવાન બને છે. આવા પુરુષોનું મન વિકારોથી મુક્ત રહે છે. આમ શરીર અને મન તંદુરસ્ત રહેતા બ્રહ્મચર્યનું પાલન કરનારના ચહેરા ઉપર અલૌકિક તેજ પ્રગટે છે.

brahmacharya

માનસશાસ્ત્રમાં ફ્રોઈડે સુખ્વાદ ઉપર ઘણું લખ્યું છે અને જાતીય ઈચ્છાઓ અને આવેગોના વધારે પડતા દમનથી પેદા થતી માનસિક બિમારી અને બેહાલીની વ્યાપક ચર્ચા કરી છે. કામેચ્છાઓની સંતૃપ્તિથી મળતા સુખ્વાદને આખેઆખો સ્વીકારવો કે ફગાવી દેવો એ વ્યક્તિગત માન્યતાનો વિષય છે. પરંતુ તપશ્ચર્યા અને તૃપ્તિ એ બને પ્રકારનાં અંતિમવાદી વાળનો નુકસાનકારક છે એ વાત નિઃશંક છે. સિગમન્ડ ફ્રોઈડ મનના તમામ કુદરતી આવેગો અને વાસનાઓને સંતૃપ્ત કરવાની હિમાયત કરતો નથી એટલે જ બ્રહ્મચર્યનાં વિભિન્ન ત્રણ સ્વરૂપો તપશ્ચર્યા, પલાયનવૃત્તિ અને દંભની મનોવૈજ્ઞાનિક સમજ કેળવવી જરૂરી છે. વાચકોએ પૂછેલા પ્રશ્નોના પરિપ્રેક્ષ્યમાં બ્રહ્મચર્યનાં આ ત્રણેય પાસાઓની ચર્ચા કરીશું.

સમાગમથી પુરુષનું આયુષ્ય ઓછું થતું નથી

પ્રશ્ન : મારી ઉંમર અઠ્ઠાવીસ વર્ષની છે. મારાં લગ્ન થયે છ વર્ષ થયાં છે અને હું એક બાળકની માતા છું. લગ્નના છ વર્ષના ગાળામાં મેં અને મારા પતિએ કુલ મળીને બાર વખત સમાગમ માંડ કર્યો હશે. મારા પતિ બ્રહ્મચર્ય પાળવાના હિમાયતી છે. હું તેમની સમક્ષ સેક્સની માંગણી કરું તો મને એક જ વાત કહે છે….”તું શું ઈચ્છે છે…. મારી તંદુરસ્તી ? મારું લાંબુ આયુષ્ય કે તારો જાતીય આનંદ ?” મારા પતિના આ પ્રશ્નોને કારણે હું સાવ ચૂપ થઇ જાઉં છું. મને તમે એ વાત વિષે સાચી માહિતી આપો કે “શું વારંવાર સમાગમ કરવાથી પુરુષનું આયુષ્ય ઘટે છે ?” “શું બ્રહ્મચર્ય પાળવાથી પુરુષ નિરોગી રહે અને લાંબુ આયુષ્ય ભોગવે છે ?”

ઉત્તર : આપણા સમાજમાં એવી વાત ભારપૂર્વક કહેવામાં આવી છે કે આપણે પશુ નથી પણ મનુષ્ય છીએ એટલે આપણું જાતીય જીવન પશુઓની જેમ અનિયંત્રિત ન  હોવું જોઈએ પણ સંયમી હોવું જોઈએ. હકીકતમાં જાતીય સંયમ કોને કહેવાય એ વિશે ઘણી અસ્પષ્ટતા હોવાથી આ વિષયમાં વ્યાપક ગેરસમજ ફેલાયેલી છે.

વૈજ્ઞાનિક રીતે એ વાત પુરવાર થઇ છે કે લાંબા સમય સુધી જાતીય સંબંધથી વંચિત રહેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરિત અસર પડે છે. બ્રહ્મચર્ય વિશેનો તમારા પતિનો ખ્યાલ પરંપરાગત, અવૈજ્ઞાનિક અને વાહિયાત છે. તમારા પતિની જેમ જાતીય પ્રવૃત્તિઓથી દૂર રહેનારાઓમાં આવી ખોટી માન્યતા પ્રવર્તતી હોય છે કે વીર્ય વધુ પ્રમાણમાં વેડફાય તો અશક્તિ આવે છે. વૃદ્ધત્વ ની ક્રિયાને વેગ મળે છે અને વ્યક્તિની આવરદા ઓછે થાય છે. આ કારણે જ આવા લોકો જાતીય સમાગમથી દૂર રહે છે અને વીર્યનો સંચય કરવાની મિથ્યા કોશિશ કરે છે.

વૈજ્ઞાનિક રીતે એ વાત પુરવાર થઇ છે કે લાંબા સમય સુધી જાતીય સંબંધથી વંચિત રહેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરિત અસર પડે છે. બ્રહ્મચર્ય વિશેનો તમારા પતિનો ખ્યાલ પરંપરાગત, અવૈજ્ઞાનિક અને વાહિયાત છે. તમારા પતિની જેમ જાતીય પ્રવૃત્તિઓથી દૂર રહેનારાઓમાં આવી ખોટી માન્યતા પ્રવર્તતી હોય છે કે વીર્ય વધુ પ્રમાણમાં વેડફાય તો અશક્તિ આવે છે. વૃદ્ધત્વ ની ક્રિયાને વેગ મળે છે અને વ્યક્તિની આવરદા ઓછે થાય છે. આ કારણે જ આવા લોકો જાતીય સમાગમથી દૂર રહે છે અને વીર્યનો સંચય કરવાની મિથ્યા કોશિશ કરે છે.

તમારે એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે કે જાતીય સમાગમથી પુરુષનું આયુષ્ય ઓછું થતું નથી, તથા સમાગમની સંખ્યા વધવાથી પુરુષની તંદુરસ્તી ઉપર કોઈ જ માઠી અસર પડતી નથી. તમારા જણાવ્યા મુજબ તમારી સમાગમની આવૃત્તિ વર્ષમાં બે વાર કહી શકાય. આટલો સંયમ તમારા બંનેયની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે નુકશાનકારક છે.તમારા પતિના આ પ્રકારના વલણ માટે બે કારણો જવાબદાર હોઈ શકે. એક તો તેઓ વીર્ય વિશેના ભ્રામક ખ્યાલથી પ્રભાવિત હોય અને બ્રહ્મચર્ય વિશેની વાતોને વધારે પડતું મહત્વ આપતા હોય અને બીજું તેઓ કોઈ જાતીય નબળાઈના શિકાર હોય. તેમની જાતીય શક્તિ વિષે લઘુતાથી પીડાતા હોય એટલે તેનાથી દૂર ભાગવા માટે એક પલાયનવૃત્તિ સ્વરૂપે તેઓ બ્રહ્મચર્યની ભ્રામક વાતો દોહરાવતા હોય. આ બંનેયમાંથી કોઈપણ કારણ સાચું હોય તો પણ તેમની એ માન્યતા જાતીય શિક્ષણ અને “કપલ

 

સેક્સ થેરાપી” એટલે કે દંપતીને અપાતી સેક્સ ચિકિત્સા અર્થાત્ સેક્સ વિશેની સમજ અને સારવારથી દૂર કરી શકાય. તમારા પતિનો અહમ ન ઘવાય એ રીતે તેમને આ ભ્રામક માન્યતામાંથી બહાર લાવવા કોશિશ કરો.

couple sex therapy

બ્રહ્મચર્ય એટલે જીવનમાં સુવ્યવસ્થા સ્થાપી ઉન્નત ધ્યેયો તરફ વળવું

પ્રશ્ન : હું સંસ્કારી કુટુંબમાં ઉછરેલો ઓગણીસ વર્ષનો યુવાન છું. હું એવું શીખ્યો છું કે બ્રહ્મચર્ય એ સ્વસ્થ અને ચરિત્રવાન વ્યક્તિનું આભૂષણ છે. છેલ્લા એક વર્ષથી મને હસ્તમૈથુનની ઈચ્છા થાય છે. અને ખૂબ જ સંયમ રાખવાની કોશિશ છતાં મારે એ ઈચ્છા પૂરી કરવી પડે છે. શું આવું કરવાથી હું બ્રહ્મચર્યનો ભંગ કરું છું ? શું મારા ચારિત્ર્યનું પતન થયું છે એવું કહી શકાય ? હું ખૂબ જ મૂંઝાઉં છું. મને વૈજ્ઞાનિક માહિતી આપવા વિનંતિ છે.

ઉત્તર : તું સંસ્કારી કુટુંબમાં ઉછરેલો ચારિત્ર્યવાન યુવક છે એટલે જ તારે વૈજ્ઞાનિક સત્યોથી વાકેફ બનવું જોઈએ. કારણ અવૈજ્ઞાનિક અને ખોટી માન્યતાઓમાં રાચવું એ સંસ્કાર નથી અને આવી ભ્રામક માન્યતાઓને ફગાવી દેવી એ ચારિત્ર્યહીનતા નથી.

       સંસ્કૃતમાં “બ્રહ્મ” શબ્દનો અર્થ “જ્ઞાની” અને “આત્મા” એમ બે થાય છે. સંસ્કૃતમાં બ્રહ્મચારીની વ્યાખ્યા આપવી હોય તો બ્રહ્મચારી શબ્દનો અર્થ સમજવો જોઈએ.

       સંસ્કૃત ભાષામાં “બ્રહ્મવત આચરતિ ઇતિ બ્રહ્મચારી” અર્થાત્ જે વ્યક્તિ જ્ઞાની વ્યક્તિઓએ ચીંધેલા માર્ગ પર આચરણ કરે છે એ બ્રહ્મચારી છે.

       પ્રાચીન કાળમાં સંસ્કૃત ભાષામાં બ્રહ્મચારીના કરાયેલા અર્થને કામક્રીડા સાથે કોઈ જ લેવાદેવા નથી. પરંતુ એ જ્ઞાનને જીવનમાં ઉતારનાર અને એ પ્રમાણેનું આચરણ કરનાર વ્યક્તિ. સંસ્કૃત સાહિત્યમાં ક્યાંય પણ બ્રહ્મચર્ય એટલે સેક્સનું દમન કે જાતીય પ્રવૃત્તિથી દૂર રહેવું એવો અર્થ થતો નથી.

જો વ્યાપક સ્વરૂપમાં બ્રહ્મચર્યનો અર્થ કરીએ તો એનો અર્થ જીવનમાં સુવ્યવસ્થા સ્થાપીને જીવનને ઉન્ન્ત ધ્યેયો તરફ વાળવું એવો થાય છે. તું એવું શીખ્યો છે કે બ્રહ્મચર્ય એ સ્વસ્થ અને ચારિત્ર્યવાન વ્યક્તિનું આભૂષણ છે એ સાચું છે, પરંતુ એનો અર્થ એવો નથી થતો કે તારે સેકસના વિચારો ન કરવા અને તારા આવેગોને તારી રીતે ન સંતોષવા. હસ્તમૈથુન એ વ્યાપક પ્રમાણમાં આચરાતી રિવાજી પ્રક્રિયા છે. કિન્સેનાં અહેવાલ પ્રમાણે ૯૦% તરુણો પોતાની તરુણાવસ્થામાં જાતીય અનુભવ મેળવવા માટે યોગ્ય બની ગયા હોય છે અને 

આ ઉંમરે તેઓ કોઈ ને કોઈ સ્વરૂપમાં – વિશેષ કરીને હસ્તમૈથુન દ્વારા જાતીય અનુભવ પ્રાપ્ત કરે છે. તારી આ પ્રવૃત્તિ બદલ તારે મૂંઝાવાની કોઈ જ જરૂર નથી.

પ્રશ્ન : નાની ઉંમરમાં મેં ન કહેવાય ન સહેવાય એવાં ખરાબ કામો કર્યા છે. કોઈ પણ છોકરીને કે સ્ત્રીને જોઇને મેં બીભત્સ વિચારો કર્યા છે. મારા મનમાં વિકાર ખૂબ વધી ગયો છે. હકીકતમાં મારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હતું અને હું આ શું કરી બેઠો ? મને યોગ્ય ઉપાય બતાવો.

ઉત્તર : તારા પત્ર ઉપરથી તેં સેકસના વિચારો કર્યા હોય, કલ્પનાઓ કરી હોય, દિવાસ્વપ્નો જોયાં હોય અને તારી જાતે જ તારી કામેચ્છાઓને શાંત પાડવાની ક્રિયા કરી હોય, એ સિવાય કોઈ પણ પ્રકારનું ખરાબ કામ કર્યું હોય એવું લાગતું નથી.

       કિશોરાવસ્થાના ઉંબરે પગ મૂકતાની સાથે જ યુવક યુવતીઓમાં જાતીય હોરમોન્સનો સ્ત્રાવ થવાથી શારીરિક અને માનસિક ફેરફારો આવે છે. આ ઉંમરે છોકરાઓમાં દાઢી, મૂછ અને જાતીય અંગોનો વિકાસ શરૂ થાય છે. ઇન્દ્રિયમાં ઉત્થાનનો અને પછી વીર્યસ્ત્રાવનો પણ અનુભવ થાય છે. જાતીય આવેગ અનુભવવાને કારણે પોતાની ઉંમરની યુવતીઓ પ્રત્યે મનમાં આકર્ષણ જાગે છે. યુવતીઓમાં પણ સ્તનનો વિકાસ થાય છે. માસિક સ્ત્રાવ શરૂ થાય છે અને પુરુષ જાતિ પ્રત્યે ધીમે ધીમે આકર્ષણ જાગે છે. આમાં મુગ્ધાવાસ્થામાં સેક્સ વિશે જિજ્ઞાસા થવી, એના વિચારો આવવા એ સ્વાભાવિક છે. અને આવું થાય તો એમાં તેં કોઈ ખરાબ કામ કરી નાખ્યું છે એમ માનવાની જરૂર નથી. મનુષ્યના શરીરમાં થતી સાહજિક પ્રક્રિયાઓનો ઇન્કાર કરી તું બ્રહ્મચર્ય નહીં પાળી શકે. તારા મગજ ઉપર બ્રહ્મચર્ય શબ્દ નકારાત્મક અર્થો સાથે પ્રહાર કરે છે. બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે સેકસના વિચારોથી પણ દૂર રહેવું એવી તારી માન્યતા બિનપાયાદાર અને અવાસ્તવિક છે. તને મારી સલાહ છે કે તારા મનમાં પેદા થતી લાગણીઓની સ્વાભાવિકતાને મનોમન નકાર નહિ. કારણ શરીર તથા મનના ફેરફારો ઉંમરને અનુરૂપ ચાલુ જ રહેશે. જો તું એનો સ્વીકાર નહીં કરે તો તારા મનમાં ખોટો ગજગ્રાહ સર્જાશે. તારા આવા વિચારોને કોઈ ગંભીર ગુનો માનવાની જરૂર નથી. તારી આ સમસ્યાનો હલ એ જ કે તું માણસ છે અને માનવસહજ વિચાર, વર્તન અને વલણો અપનાવી રહ્યો છે. એ વાતનો સ્વીકાર કરી પાપભાવનામાંથી બહાર નીકળી જા.

બ્રહ્મચર્ય પલાયનવૃત્તિ તરીકે

પ્રશ્ન : હું આડત્રીસ વર્ષની પરિણીતા છું. મારાં લગ્ન થયે વીસ વર્ષ થયાં છે. મારા પતિએ બાર વર્ષથી બ્રહ્મચર્યનું પાલન કરવાનું વ્રત લીધું છે. આ બાર વર્ષ દરમ્યાન હું શારીરિક અને માનસિક રીતે લાગભાગ કાયમની બીમાર રહેતી હતી. મારો સ્વાભાવ પણ ખૂબ જ ગુસ્સાવાળો થઇ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી મારા પતિ એવું માને છે કે તેઓએ બ્રહ્મચર્યનું પાલન તેમની કેટલીક ખામીઓ અને નબળાઈઓ છુપાવવા માટે કર્યું હતું. તેઓ આ વ્રત સમાપ્ત કરી ફરીથી જાતીય જીવન ગુજારવા માંગે છે તો શું એ શક્ય છે ? તેમની મારી ગયેલી ઈચ્છાઓ અને આવે

ઉત્તર : તમારા પતિએ બાર વર્ષ સુધી બ્રહ્મચર્યાનો દંભ કર્યો. અને બાર વર્ષ દરમિયાન જાતીય અતૃપ્તિને કારણે શારીરિક અને માનસિક યાતનાઓ જોયા પછી તેઓ તેમનું વ્રત તોડવા માંગે છે. તેમનો નિર્ણય બદલવા માંગે છે એ આનંદની વાત છે. તમે તમારા લગ્ન પછીનાં આઠ વર્ષના જાતીય જીવન વિષે કંઇ જ જણાવ્યું નથી તેથી તમારા પતિ આ સમય દરમ્યાન કોઈ કહેવાતી જાતીય નબળાઈના શિકાર હતા કે કેમ એ માહિતી મારી પાસે નથી. જાતીય સમાગમથી ભાગવા માટે તામારા પતિએ બ્રહ્મચર્યનું વ્રત લીધું હોય કે કોઈ ઉમદા તપશ્ચર્યાનાં આશયથી લીધું હોય તો પણ તેમનામાં ફરીથી કામેચ્છા જાગવી શક્ય છે. તેમની ઈચ્છાઓ અને આવેગો પાછા લાવી શકાય.

khajuraho

જો તમારાં બાળકો મોટા થઇ ગયા હોય તો તમે બંને એકલાં ખજૂરાહોની ગુફાઓમાં એક-બે અઠવાડિયા ફરી આવો. અને લગ્ન પછીના બીજા હનિમૂનનો આનંદ મુક્ત મને માણો. જો આવો પ્રવાસ ધાર્યા પરિણામો ણ લાવે તો તમારા પતિના મનમાં સેક્સની આડે રહેલા માનસિક અવરોધોને ઓળખવા પડે અને તેને દૂર કરવા માટે સારવાર આપવી પડે.

“અતિ સર્વત્ર વર્જયેત”નો સિદ્ધાંત અપનાવો

બ્રહ્મચર્યને એક કઠોર તપશ્ચર્યાના રૂપમાં આપણે ત્યાં સન્માનજનક રૂપથી જોવામાં આવે છે. પરંતુ જાતીય જીવન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ બહુ થોડા માણસોમાં હોય છે. મોટેભાગે આવા નિયંત્રણો પાછળ પલાયનવૃત્તિ કે દંભ જ જોવા મળે છે. જેલના કેદીઓ અને લશ્કરના સૈનિકોને વિજાતીય સંબંધો બાંધવાની તક ભાગ્યે જ મળે છે. આ કારણે તેમનામાં ઘણીવાર જાતીય વિકૃતિઓ જોવા મળે છે. એટલે જ બ્રહ્મચર્યના તમારા ખ્યાલો પલાયનવૃત્તિ, દંભ કે વિકૃતિને રસ્તે તમને નથી લઇ જતાં એ ચકાસવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય માણસે અતિ સર્વત્ર વર્જયતે એ સિદ્ધાંતનો સ્વીકાર કરીને અતિ કામેચ્છા કે અતિ દમન આ બંનેને ત્યજી વચલો માર્ગ અપનાવવો હિતાવહ છે.