નિર્ણય લીધા પછીનો અસંતોષ પોસ્ટ ડીસીઝનલ સ્ટ્રેસ

સ્ટ્રેસ તનાવ

હકીકતમાં તો તનાવનું કારણ દૂર કર્યા પછી તનાવ દૂર થવો જોઈએ પરંતુ હંમેશાં એવું બનતું નથી કારણ કેટલાક લોકો સ્વભાવગત અસંતુષ્ટ પ્રકૃતિના હોય છે તેમને માટે.

”મેં તો વો હું જીસે હર હાલમેં બસ રોના થા”

એ ઉક્તિ જ જીવનનું એક માત્ર સત્ય હોય છે. એટલે આવા લોકો નિર્ણય લીધા પછી પોતે કેટલો ખોટો, ઉતાવળીયો અને વાહિયાત નિર્ણય લીધો છે એવું વિચારીને નિર્ણય લીધા પછીનો અસંતોષ, નિરાશા અને ”પોસ્ટ ડીસીઝનલ સ્ટ્રેસ” અનુભવે છે.

નરેશની વ્યથા કથા પણ કંઈક એવી જ છે. તે ભણેલ ગણેલ – હેન્ડસમ અને ડેશીંગ યુવાન છે. લગ્ન કરવાની વય થતાં જ્ઞાાતિમાંથી તેના ઘણાં સારાં માગાં આવે છે પરંતુ નરેશ એક યુવતીના પ્રેમમાં છે કે પોતાને મનપસંદ યુવતી સાથે પ્રેમલગ્ન કરી પોતાની પસંદગીને પ્રાધાન્ય આપવું કે જ્ઞાાતિમાં લગ્ન કરી મા-બાપનું રૂણ ચૂકવવું?

હકીકતમાં તો તનાવનું કારણ દૂર કર્યા પછી તનાવ દૂર થવો જોઈએ પરંતુ હંમેશાં એવું બનતું નથી કારણ કેટલાક લોકો સ્વભાવગત અસંતુષ્ટ પ્રકૃતિના હોય છે તેમને માટે.

આવી અનિર્ણાયક મનોસ્થિતિમાં તે માતા-પિતા બતાવે તે બધી જ છોકરીઓ જુએ છે પરંતુ તેના માપદંડમાં કોઈ યુવતી બંધ બેસતી આવતી નથી. તેને એવી પત્ની જોઈએ છે જે મા-બાપને સાચવી લે તેવી ઘરરખ્ખુ અને જૂના જમાનાની હોય અને પોતાની સાથે કદમ મિલાવે તેવી મોર્ડન પણ હોય. આમાં બને છે એવું કે ઘરરખ્ખુ છોકરીઓને તે પસંદ નથી કરતો અને મોર્ડન છોકરી તેને પસંદ નથી કરતી. આમ નિર્ણય લેવાની અવઢવમાં લાંબો સમય વીતી જાય છે. એ દરમ્યાન પ્રેમિકાના લગ્ન થઈ જાય છે અને સમાજમાં સારી છોકરીઓ ખૂટતી જાય છે. એટલે નરેશ કેટલુંક જતું કરીને પણ કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર થાય છે. પરંતુ જ્યારે નરેશ કોઈ નવી છોકરીને જુએ છે ત્યારે તેને એવો વિચાર આવે છે કે આના કરતાં સારી છોકરીને ના પાડી પછી આને હા કેવી રીતે પડાય?

આમ સમય ચાલ્યો જાય છે અને એક દિવસ પિતાની તબીયત બગડે છે તેથી યે યુધ્ધના ધોરણે એક છોકરીને પસંદ કરે છે. અને તેના લગ્ન પણ થઈ જાય છે. લગ્ન પછી તરત જ તેને એવું લાગવા માંડે છે કે તેની પત્ની તેને યોગ્ય નથી. આના કરતાં પેલી ને કે પછી ફલાણીને હા પાડી હોત તો વધારે સારું થાત.

નરેશને પોસ્ટ ડીસીઝનલ ડીસ સેટીસફેક્શન શરૂ થઈ ગયું. તેનો તનાવ વધ્યો. આમ પણ આપણે ઘણા બધા વિકલ્પોથી કોઈ એકની પસંદગી કરવાની હોય ત્યારે તેનો ગેરફાયદો અને નાપસંદ કરેલ વસ્તુનો ફાયદો આપણને દેખાવા લાગે છે.

https://youtu.be/OHTaLeOlkqE

આમ તો નરેશ જેવી પરિસ્થિતિ ઘણા બધા પુરુષોની હોય છે. જે લોકોને પોતાની પત્ની કરતાં પોતાના મિત્રની પત્ની વધારે ગુણવાન લાગે છે અને આપણા મિત્રોને આપણી પત્નીમાં જે વિશેષતાઓ દેખાય છે તેનું આપણને ભાન શુધ્ધાં હોતું નથી.

જે નિર્ણય કિંમતી છે અને લોકોની નજરમાં લાંબો સમય રહેવાનો છે ત્યારે એ નિર્ણય લીધા બાદ આવો અસંતોષ વધારે થતો હોય છે. વળી આપણા સમાજમાં પંડીતો અને ટીકાકારોની સંખ્યા બહુ મોટી છે એટલે તમે જે કંઈ નિર્ણય લો તેનાથી સ્ટ્રેસ જતો રહેશે એવું હંમેશાં બનતું નથી.

પોસ્ટ ડીસીઝનલ ડીસસેટીફેક્શનનું બીજું મહત્વનું કારણ છે આલોચકો, સમીક્ષકો અને ટીકાકારો.

પોસ્ટ ડીસીઝનલ સ્ટ્રેસથી પીડાતા એક દરદીની વાત બહુ રસપ્રદ છે. તેમને શહેરમાં થતા વારંવાર તોફાનોને કારણે ધંધાના સ્થળમાં ફેરફાર કરવો પડયો. તેમની જૂની જગ્યા શહેરની મધ્યમાં અને ભરચક વિસ્તારમાં હતી તથા ધંધો પણ ધીકતો હતો. જ્યારે નવી જગ્યા એકાંતમાં તેમજ શાંત વિસ્તારમાં હતી.

બાહ્ય સંજોગોમાં આવનારા ફેરફાર સામે તેમને અનુકૂલન સાધવાનું હતું. એટલે સ્ટ્રેસ અનિવાર્ય હતો.

સૌ પ્રથમ સ્ટ્રેસની પ્રતિક્રિયાના રૂપે તેને વિચાર આવવા લાગ્યા કે નવી જગ્યા પર ધંધો ચાલશે કે નહીં? ત્યાં ફાવશે કે નહીં? આમ જૂની જગ્યાએ સતત બેઠા-બેઠા નવી જગ્યાઓના જ વિચાર આવતા રહ્યા. જેને કારણે તેમને ગભરામણ, બેચેની, આંખો બંધ હોય કે ખુલ્લી નવી જગ્યા જ દેખાયા કરે અને સતત રડવું આવે. આમ વારંવાર વિચાર કરતાં નવી જગ્યા તેમને વધારે બિહામણી લાગવા માંડી.

હકીકતમાં તો નવી જગ્યા તેમના માટે આશીર્વાદરૂપ નીવડી. તેમને ન ધારેલું નામ અને સફળતા મળી. જાણે સાક્ષાત લક્ષ્મીજી જ એમના પર રીઝી પડયાં. અને બે-ત્રણ લાખથી શરૂ કરેલા ધંધામાં દોઢ-બે કરોડનું ટર્નઓવર થવા માંડયું.

પરંતુ જગ્યા બદલતી વખતે તેમને થયેલા સ્ટ્રેસના પરિણામે સંખ્યાબંધ નકારાત્મક વિચારો, ભય, અચોક્કસતા વગેરે તેમના અજાગ્રત મનમાં અંકિત થઈ ગયાં હતાં તે અવાર-નવાર તેમના જાગૃત સ્મૃતિ પટલ પર ડોકીયાં કરવા મંડયા હતાં. જેના પરિણામે તેમને ગભ

પોસ્ટ ડીસીઝનલ સ્ટ્રેસ ક્યારેક તીવ્ર હતાશા લાવી વ્યક્તિને આત્મહત્યા કરવા માટે પણ મજબૂર કરી શકે છે.

સુકન્યાના કિસ્સામાં આવું જ બન્યું છે. પિતાને ઘેર લાડકોડથી ઉછરેલી સુકન્યાએ સાસરિયામાં સંયુક્ત કુટુંબમાં રહેવાનું આવ્યું. એમાં સાસુનો કડક સ્વભાવ અને મોટી વહુ માટે પક્ષપાતી કૂણું વલણ સુકન્યા માટે અસહ્ય થઈ પડયું. રોજબરોજના કૌટુંબિક ઝઘડાથી કંટાળેલી પતિએ અલગ જવાનું વિચાર્યું. પણ સુકન્યા તૈયાર ન હતી. તેને ભય હતો કે સમાજ કાયમનો ટોણો મારશે કે એણે ઘરમાં આવી ઘરના ભાગલા પડાવ્યા. જે ઘરના સંપ વિશે સમાજમાં વાહવાહ થતી હતી. સુકન્યાને એવોઈડન્સ-એવોઈડન્સ કોન્ફ્લીક્ટ થઈ. સાસુ સાથે રહેવું પણ ન હતું અને સાસુથી જુદા પડવું પણ ન હતું.

આ કોન્ફ્લીક્ટને કારણે સુકન્યાને પેટનો દુ:ખાવો અને ઉલટી શરૂ થયાં. અનાજનો દાણો મોઢામાં નાંખે કે ઉલટી થઈ જાય. સુકન્યાની તકલીફની અલગ અલગ ડોક્ટરો પાસેથી સારવાર કરાવ્યા પછી સુકન્યાના પતિને એક વાત સમજાઈ કે હવે અલગ-અલગ રહેવા જવા સિવાય સુકન્યાની તકલીફ મટે તેમ નથી. બન્ને અલગ રહેવા ગયાં. એક-બે મહીના બધું સારું ચાલ્યું પણ પછી તેના સાસુ ગંભીર બીમારીમાં સપડાયાં. તેમની ખબર કાઢવા આવનાર દરેક જણા કહેતાં હતાં કે ”આ ઉંમરે જુદાં થતાં છોકરાનું સુખ સહન ન થતાં તેમને આવી બીમારી થઈ છે. આ બધું નાની વહુના પાપે જ થયું છે.”

ગભરામણ, બેચેની અને હતાશાના હુમલાઓ ધંધો વ્યવસ્થિત ચાલતો હોવા છતાં. એટલે મનને વારંવાર સમજાવવા છતાં તેઓ ચિંતામાંથી બહાર આવી શકતા ન હતા. તેમને ખબર છે કે તેઓ ખોટી ચિંતા કરે છે પરંતુ તેમના મગજમાં ફીડ થયેલો પ્રોગ્રામ તેમને અવાર-નવાર શારીરિક તકલીફના હુમલાઓ તરફ દોરી જાય છે. તેથી અચાનક જ માથું ભારે લાગે. માથામાં સણકા મારે અસહ્ય દુ:ખાવો થવા લાગે પછી દુ:ખાવો ધીરે ધીરે છાતી ઉપર આવે અને છાતીમાં ભીંસ તથા ગભરામણ વધતા જાય. બસ આવા હુમલાઓ આવ્યા જ કરે છે. તેમનું પોસ્ટ ડીસીઝનલ ડીસસેટીસફેક્શન તેમના મગજમાં નકારાત્મક વિચારોની એવી કેસેટ તૈયાર કરી ગયું છે કે આ કેસેેેટ જ્યારે અને ત્યારે ઇીપૈહગ થઈને તેનો બેસૂરો અવાજ રેલાવ્યા જ કરે છે.

આ બધું જોઈ સુકન્યાને લાગ્યું કે તે અપરાધી છે અને જુદા થવાનો નિર્ણય તદ્દન ગેરવ્યાજબી લાગવા માંડયો. તેને ફરીથી સંયુક્ત કુટુંબમાં જવાની ઈચ્છા દર્શાવી પરંતુ એ સ્વીકારાઈ નહીં આથી પોસ્ટ ડીસીઝનલ ડીસસેટીસફેક્શન આત્મહત્યાના પ્રયાસમાં પરિણમ્યું. જો કે તેને બચાવી લેવાઈ પણ કોન્ફ્લીક્ટસને કારણે નિર્ણય લેવાનો સ્ટ્રેસ અને નિર્ણય લીધા પછી ‘પોસ્ટ ડીસીઝનલ સ્ટ્રેસ’ સ્ટ્રેસનું અને સંબંધોનું મેનેજમેન્ટ માંગી લે છે.

ન્યુરોગ્રાફ :

જીવનના માર્ગમાં ડગલે ને પગલે સ્ટ્રેસના અણીયાળા કાંટા વેરાયેલા હોય તો જ, ભર્યું ભર્યું જીવન જીવવાનો તેને અહેસાસ થાય છે.