Confilct ક્યારે ઉદ્દભવે છે ?
જીવનમાં બે વ્યક્તિ, વસ્તુ કે જગ્યામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે Conflict ઉભી થાય છે.જો આમા કોઈ નિર્ણય ન લેવામાં આવે તો Conflict યથાવત રહે છે અને Stress ના હોર્મોન્સનો સતત સ્ત્રાવ થતાં સ્ટ્રેસથી થતા
રોગો થતા જ રહે છે.
જીવનમાં લક્ષ્યાંકો કે Motives (ઉદ્દેશો) વચ્ચે અથડામણ સતત ચાલ્યા જ કરવાની, ઉદાહરણ આપું.
સાયન્સ સ્ટ્રીમમાં જવું કે મેથ્સ લઇ આઈ.આઈ.ટી. થવું ?
નાના ગામની ઘરરખ્ખુ અને કહ્યું કરે તેવી ગૃહિણી ને પરણવું કે પછી મોટા શહેરની સ્ટાઈલીશ મારકણી
યુવતીને પરણવું ? નોકરી ચાલુ રાખવી કે પછી રાજીનામું આપી પોતાનો ધંધો શરૂ કરવો ? સારા વિસ્તારમાં પણ દૂર
મકાન લેવું કે પછી સ્કૂલ અને ધંધાની જગ્યા નજીક પડે એવું મકાન લેવું ?
આવી તો સંખ્યાબંધ કોન્ફ્લીકટમાં જ્યારે નિર્ણાયક ભૂમિકા ભજવવાની આવે ત્યારે સ્ટ્રેસ વધી જાય છે.
કોઈક આફત આવવાના ડરને આપણે ચિંતા કહીશું. ચિંતાને કારણે માનવી કોઈ તકલીફમાં હોય પણ એમાંથી
બહાર આવવાનો રસ્તો એને સૂઝે જ નહીં. આમ ચિંતા તનાવની પ્રતિક્રિયા પણ છે અને સ્ટ્રેસર પણ છે.
વિવિધ ચિંતાજનક પરિસ્થિતિમાં Stress વધી જાય છે અને ચિંતા વધવાથી સ્ટ્રેસ વધે છે.
આમાં જિંદગીના લક્ષ્યાંકો કે ઉદ્દેશો અર્થાત્ Goals અને Motives વચ્ચે અથડામણ થાય તો સ્ટ્રેસ વધે છે.
આવી અથડામણો કહેવાય કોન્ફ્લીકટ.
જીવનમાં એવા પ્રસંગો આવે છે કે બે મન ગમતા લક્ષ્યાંક વચ્ચે પસંદગી કરવાની હોય છે.
જે લક્ષ્યાંક પસંદ છે એની દિશામાં જતી વખતે જે નથી પસંદ એનાથી દૂર જવું પડે છે. કેટલીકવાર જે પસંદ
છે તે મેળવવાની આકરી કિંમત ચૂકવવી પડે છે. તો કેટલીકવાર બે ન ગમતી વસ્તુમાંથી એકની પસંદગી કરવાની આવે
છે. આ બધી પરિસ્થિતિમાં પસંદગી કરવી ફરજીયાત છે. ચોક્કસ નિર્ણય તો લેવો જ પડે છે.
એપ્રોચ-એપ્રોચ Conflict:
દા.ત. શાંતનુ પત્ની અને મમ્મી-પપ્પા સાથે રહે છે. તેના અને શર્મિલાના પ્રેમ લગ્ન છે. એટલે બન્ને
એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.
શાંતનુ મમ્મીનો પણ લાડકો છે. પચીસ વર્ષ સુધી પાપા-પગલીથી માંડી મેનેજમેન્ટની ડીગ્રી સુધી પુત્રને
ભણાવવામાં તેમનો સિંહફાળો છે.
પત્ની અને મમ્મી વચ્ચે રોજ અથડામણ ચાલતી રહે છે. શાંતનુ ફસાયો છે એવી કોન્ફ્લીટસમાં જેમાં
પસંદગી કરવાની છે. બે પ્રિયપાત્રો વચ્ચે પક્ષ કોનો લેવો ?
પત્ની અને મમ્મી બન્ને પસંદ છે પણ બન્નેનો પક્ષ લેવો અશક્ય છે.
બે મનગમતા વિકલ્પો વચ્ચે એકની પસંદગી કરવાની હોય ત્યારે એણે એપ્રોચ-એપ્રોચ કે પ્લસ-પ્લસ પ્રકારની
કોન્ફ્લીકટસ કહે છે.
લગભગ ઘર ઘરની આ વાત છે. આમાં પસંદગી નો સ્ટ્રેસ એટલો વધી જાય છે કે કેટલીકવાર વ્યક્તિ બન્ને
વચ્ચે પડવાનું જ ટાળે છે. “તમે બે તમારા મતભેદોને ફોડી લો. નાહકનો મને વચ્ચે ન નાંખો” એવું વલણ અપનાવે છે.
પત્ની “મામાઝ બોય” કે “માવડીયો” કહેશે અને મમ્મી “આટલા વર્ષો રાખ્યો ને વહુનો થઇ ગયો.” તેમ કહેશે.
શું કરવું નિર્ણય ટાળો અને સ્ટ્રેસને ક્રોનીક બનાવો.
પંકજ ઉધાસની ગઝલ છે “મૈ જહાં જાઉં હોતા નહીં ફેસલા – એક તરફ ઉસકા ઘર એક તરફ મયકદા.” દારૂ ન
પીએ તો નશો ન ચડે અને દારૂ પીને માશુકા પાસે જાય તો માર પડે પણ વ્યક્તિને જોઈએ તો બંનેય છે.
એપ્રોચ – એવોઈડન્સ Conflict :
અત્યારના યુવક યુવતીને સ્વતંત્રતા વહાલી છે. મોટાભાગના યુવક – યુવતીઓને લગ્ન નથી કરવા પણ કેટલાક
પ્રેમમાં પડી જાય છે અને લગ્ન કરવા જરૂરી બને છે.
લગ્ન કરવા છે અને નથી પણ કરવા.
વિવેકને પ્રમોશન મળ્યું છે પણ તેની સાથે ટ્રાન્સફર સ્વીકારવી પડે તેમ છે.
આ બન્ને કોન્ફ્લીકટસ એપ્રોચ – એવોઈડન્સ કોન્ફ્લીકટ છે. એટલે જે રસ્તે જવું છે એ રસ્તે નથી પણ જવું.
આ પ્લસ – માઈન્સ કોન્ફ્લીકટસ છે.
એવોઈડન્સ – એવોઈડન્સ Conflict :
રાજુભાઈ સરકારી નોકરીમાં છે અને એમની ટ્રાન્સફર બીજા શહેરમાં થઇ છે. રાજુભાઈને આ ટ્રાન્સફર પસંદ
નથી પણ એ ટ્રાન્સફર ન સ્વીકારે તો નોકરી છોડાવી પડે તેમ છે.
પસંદગી બે નગમતા વિકલ્પો વચ્ચે કરવાની છે.
આને કહેવાય એવોઈડન્સ – એવોઈડન્સ કે માયનસ-માયનસ કોન્ફ્લીકટસ.
ચોથા પ્રકારની કોન્ફ્લીકટસ બહુ અટપટી છે એમાં તમારે પસંદગી કરવાની છે બે વિકલ્પો વચ્ચે જે તમને
પસંદ પણ છે અને ના પસંદ પણ છે. બન્ને વિકલ્પોના સારા – નરસા બન્ને પાસા છે.
ડબલ એપ્રોચ – ડબલ Conflict :
અનિલભાઈ ઘર બદલવાનું વિચારે છે શહેરના પશ્ચિમવિસ્તારમાં સુંદર ઘરો છે પોશ લોકાલીટી છે, સારા
અને સંસ્કારી પાડોશી છે, બાળકોને સારી સ્કૂલમાં નજીકમાં જ ભણાવી શકાય તેમ છે.
પરંતુ અનિલભાઈની ફેક્ટરી પૂર્વ વિસ્તારમાં છે. એટલે પશ્ચિમમાં ઘર લે તો તેમને રોજ ત્રણ કલાક જવા
આવવામાં ભરચક ટ્રાફિક વચ્ચે કાઢવા પડે. આમાં તે નવા ઘરની કે પોશ લોકાલીટીની મઝા પણ ન લઇ શકે અને
ઘરનાને બહુ સમય પણ ન આપી શકાય.
અનિલભાઈ પૂર્વ વિસ્તારમાં ઘર લે તો ફેક્ટરી નજીક પડે પણ લોકાલીટી સારી ન મળે, બાળકને સ્કૂલ સારી
ન મળે અને સંસ્કાર પણ સારા ન મળે.
જે દિશામાં અનિલભાઈને જવાનું છે તે દિશામાં જવાનું તેમને ગમશે અને ક્યારેક જવાનું તેમને નહીં પણ
ગમે.
આને ડબલ એપ્રોચ – ડબલ એવોઈડન્સ કોન્ફ્લીકટ કહેવાય છે.
જીવનમાં આવી કોન્ફ્લીકટ આવતી જ રહે છે એના ઉપાયો શોધવા આસાન નથી. પરિણામે સ્ટ્રેસ આવે છે.
આમાં જો તમે નિર્ણય ન લો તો સ્ટ્રેસ કાયમી બને છે અને સ્ટ્રેસ હોર્મોનની માત્રામાં વધારો થાય છે જે
નોર્મલ થશે જ નહીં અને Stress થી થતાં શારીરિક, માનસિક, મનોશારીરિક, વર્તનલક્ષી અને લાગણીલક્ષી ફેરફારો થતાં
રહેશે.
તો પછી શું કરવું ?
નિર્ણય તો લેવો જ પડશે. તો જ Stress દૂર થશે.
પણ નિર્ણય લેવાથી સ્ટ્રેસ દૂર થાય છે ખરા ? પોતાના લીધેલા કોઈપણ નિર્ણયનો પસ્તાવો દરેક માણસને
થતો જ રહે છે. એટલે કે નિર્ણય લઇ એક સ્ટ્રેસમાંથી મુક્ત થવું અને “પોસ્ટ ડીસીઝનલ સ્ટ્રેસ” થી પીડાવું ?
ન્યૂરોગ્રાફ :
તમે શાંત અને સ્વસ્થ છો એનો અર્થ એ નથી કે તમારા જીવનમાં કોઈ કોન્ફ્લીકટસ નથી. પણ એ દર્શાવે છે કે
તમારામાં કોન્ફ્લીકટસ નો શાંતિથી અંત લાવી સ્વસ્થ રહેવાની તમારી આવડત છે.